All Vidhis

  • No other vidhis yet.
કુળદેવી માતાના નિવેદની વિધિ
  • Occasion: કુળદેવી માતાના નિવેદની વિધિ
  • Deity: શ્રી અંબાજી માતાજી
  • Typical Duration: 30 minutes

Items Needed

  • શ્રી અંબાજી માતાજીનો ફોટો
  • ઘીનો દીવો
  • ખીર
  • લાપસી
  • ખાજા (ઘીમાં તળેલી પુરી)
  • વધેલું નિવેદ ગાયને ધરાવવું.

Notes

  • સુવાવડ હોય તો નિવેદ ન કરવું.
  • અડચણવાળી વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવો અને તે વ્યક્તિ નિવેદ વાપરી ન શકે.
  • અડચણને કારણે નિવેદ ન થઈ શકે તો બીજા વર્ષે ડબલ નિવેદ કરવું.

Steps to Perform

Step 1: માતાજીની સ્થાપના

શ્રી અંબાજી માતાજીનો ફોટો સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક ઘીનો દીવો પ્રગટાવવો.

 “માતાજીના દિવ્ય આશીર્વાદથી પરિવારનું જીવન સદા પ્રકાશિત રહે.”

Step 2: દીપ પ્રાગટ્ય

સવાર અને સાંજે નિયમિત દીવો કરવો. અડચણના ચાર દિવસ દીવો ન કરવો.

 “દીપની જ્યોત સાથે ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા પ્રસરે.”

Step 3: નિવેદ અર્પણ

આસો સુદ નોમના પવિત્ર દિવસે ખીર, લાપસી અને ખાજાનું નિવેદ માતાજીને અર્પણ કરવું.

 “શ્રદ્ધાથી ધરાવેલું નિવેદ, માતાજીના ચરણોમાં કૃતજ્ઞતાની ભાવભીની અર્પણ.”

Step 4: સવાયું પ્રમાણ

નિવેદમાં વરા પ્રમાણે સવાયું પ્રમાણ રાખવાની પરંપરા નિભાવવી.

 “વર્ષોથી ચાલી આવતી પરંપરા, પેઢી દર પેઢી શ્રદ્ધાથી આગળ વધારવી.”

Step 5: પરિવાર સાથે પ્રસાદ

ઘરના સર્વે સભ્યો ઉપરાંત બેન/દીકરી અને ભાણેજ પણ નિવેદનો પ્રસાદ ગ્રહણ કરી શકે.

 “એક નિવેદ, અનેક સંબંધો અને આખા પરિવારને જોડતી શ્રદ્ધાની ડોર.”

Step 6: ગૌસેવા

વધેલું નિવેદ ગાયને ધરાવી ગૌસેવાનો ભાવ વ્યક્ત કરવો.

 “માતાજીના પ્રસાદને ગૌસેવામાં અર્પણ કરી પુણ્ય અને કરુણાનો સંદેશ ફેલાવવો.”

Photos